0
“જીપ્સમ – ફાયદા વાંચીને તમને આશ્ચર્ય થશે.”
ફોસ્ફો જિપ્સમ. કેલ્શિયમ સલ્ફેટ: ૯૪.૨૧%
જીપ્સમ ખાતર ના લાભ,
જીપ્સમ ખાતર થી ઉત્પાદન અને ગુણવત્તા વધે,
જીપ્સમ ખાતર કેમ વાપરવું,
જીપ્સમ ખાતર ના ફાયદા,
જીપ્સમ ખાતર ક્યાં થી મળે,
જીપ્સમ ખાતર માં ક્યાં ક્યાં તત્વો છે,
જીપ્સમ ખાતર ની જમીન ઉપર અસર,
જીપ્સમ ખાતર થી જમીન ની PH ઘટે,
જિપ્સમ ખાતર ક્યારે વાપરવું,
જીપ્સમ ખાતર થી જમીન પોચી થાય.
*: તે કેલ્શિયમ સલ્ફેટ છે જેમાં કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ 70 ટકામાં કેલ્શિયમ 23 ટકા અને સલ્ફર 18 ટકા હોય છે.
*: કેલ્શિયમ હોવા છતાં, તે pH ઘટાડે છે કારણ કે કેલ્શિયમ જમીનમાં સ્થિર નથી.
*: તે, જમીનના કાર્બોનિક પદાર્થો સાથે, જમીનની છિદ્રાળુતામાં વધારો કરે છે, જેના કારણે છોડના મૂળ ઊંડા જાય છે અને ઉત્પાદન વધે છે. ઊભા પાક મા જીપસમ આપી શકાય છે સપાટી પર સીધુ જ ડસ્ટીંગ કરવુ જોઈએ.
*: તે છોડને શરૂઆતથી જ મજબૂત બનાવે છે જેના કારણે છોડ માં રોગ જીવાત કીટકો ઓછા આવે છે.
*: તેના ઉપયોગ પછી, છોડ ઝડપથી પોષક તત્વોને શોષી લે છે. જમીનમાં ફીકસ થયેલ સોડીયમના અવશેષોને દુર કરી જમીનને પોચી ,ભરભરી અને ક્ષાર રહિત કરે.
*: તેલના પાકમાં તેલની માત્રા તેમજ ઉત્પાદનમાં વધારો થાય છે.
*: તે જમીનની આલ્કલાઇનિટી ઘટાડવાનું પણ કામ કરે છે.
*: Gypsum ઉપયોગ કરવાની પદ્ધતિ :-
Gypsum નો ઉપયોગ કરવા માટે ખેતરમાં અડધો થી પોણો ફુટ જેટલી ઊંડી ખેડ ડીશ પલાવ કે હેરો કે ફાંગાથી કરવાની પછી ઢેફા ન હોવા જોઈએ જો હોય તો રોટા વેટર મારી ખેતર લીસું થઈ જાય પછી એક વીઘામાં 500 kg થી એક ટન જિપ્સુમનો છંટકાવ ઉડાડી દેવાનું પછી તેને જમીનમા એક થી બે ઇંચ જમીનમા ઉતારીને દાટી દેવાનું જો તમે ખેડ ઓછી કરશો તો અડધા ફુટ કે ઓછી ખેડ કરશો તો Gypsum તેટલી ઘાર ખેડ સુધી જ બેશી જાશે એટલે સોડિયમ જમીનમા ઊંડે સુધી નહિ ઉતરે એટલે વરસાદ થાશે તો ખાલી ઉપર જ ખારાશ એટલે કે સોડિયમ પડ્યો રહેશે નીચે નહિ ઉતરે જમીન ની PH ઓછી નહિ થાય બોવ ફાયદો નહિ કરે પોણો ફુટ સુધી ખેડ કરી હશે તો ખારાશ (સોડિયમ) નીચે ઉતરી જશે અને ઉપર ની જમીનની PH ન્યુટ્રલ કરશે. અને આપડે કોઈ પણ પાકમાં દવા ખાતર નો ઉપયોગ કરશું તે છોડ જરૂરી પોષક તત્વો તરતજ ગ્રહણ કરશે અને આપડો મોલ સોળે કળાએ ખીલી ઉઠશે. GYPSUM વરસાદની મોસમમાં શ્રેષ્ઠ કામ કરે છે, જો જીપ્સમ ઉમેર્યા પછી વરસાદ પડે તો તે કેક પર આઈસિંગ થઈ જાય તેવું એટલેકે સોને પે સુહાગા જેવું કામ કરે છે 🌿🌿🌿
Gypsum નાં ફાયદાઓ:
• જમીન સુધારક તરીકે – જમીનમાં ક્ષાર અને ક્ષારયુક્ત પદાર્થને દૂર કરી માટીનું બંધારણ સુધારે છે
• થોડા ઘણાં અંશે ખાતરની ગરજ સારે છે
• સલ્ફર અને કેલ્શિયમ સાથે જમીનને સમૃદ્ધ બનાવે છે
• પોષક તત્વોનો સૌથી કિફાયતી પૂરક
પ્રમાણ / ભલામણ :
• જમીનમાં પી.એચ. આંક અને તેના બંધારણ મુજબ
ફોસ્ફો જિપ્સમ
કેલ્શિયમ સલ્ફેટ: ૯૪.૨૧%
પેકિંગ : ૫૦ કિલો અથવા ‘જેમ છે તે અવસ્થામાં’ પાવડર તરીકે ઉપયોગ થઇ શકે
પાણી સાથે આવેલ કે જમીનના મુળભુત સોડીયમ એ જમીનમાં માટીના કણ ની સપાટી પર સોડીયમ ચોટી જાય છે, આ ચોટી ગયેલ સોડીયમ એ જમીનની તમામ physico-chemical property ને બગાડવાનુ કામ કરે છે, જીપ્સમ માં રહેલ કેલ્શિયમ દ્રારા સોડીયમને માટીના કણ થી દુર ખસેડવામાં કે સપાટી પરથી ઉખેડ ફેક કરવા સક્ષમ છે આમ જમીનની ચાલતી તમામ પ્રક્રિયામાં જે સોડીયમનુ વિક્ષેપીકરણ હતુ તે કેલ્શિયમની હાજરી થી ખતમ થઈ જાય છે, આમ જીપ્સમ એ જમીન સુધારણા માં ઉપયોગી ટુલ છે, (વધારે વિગત માટે રૂબરૂ સંપર્ક કરવો)
જમીનમાં હવા ઉજાસ જરૂરી હોય છે, જમીનમાં રહેલ સજીવો,છોડના મુળો તથા જમીનની ઓકસીડેશન પ્રક્રિયાને ઓકસીજનની જરૂર હોય છે, આમ જમીનમાં ઉપરોકત ગતિવિધી સુવ્યવસ્થિત ચલાવવા માટે જમીનની છીદ્રતા (soil porosity) સારી હોવી જોઈએ, સદર પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને લેબમાં જમીનની છીદ્રતા માપવાનુ શરૂ કરેલ છે, (વધુ વિગત માટે રૂબરૂ મળવુ) જે જમીનોમાં બે ચાર ફુટ ઉડાણે ગોરમટુ હોય તે જમીનની નિતાર શક્તિ ઓછી હોય છે, આવી જમીનમાં જમીનના ઉપરના પડના ક્ષારો ચોમાસામાં નિતાર થઈને ગોરમટાના પડ સુધી નીચે ઉતરી ને ભેઞા થાય છે, વરાપ થયે આ એકઠા થયેલ ક્ષારો કેશાકર્ષણ થી ફરી જમીનમાં ઉપર ચડે છે આમ ગોરમટા વાળી જમીનોમાં ચોમાસે તેમજ શિયાળે પણ પાક નબળો રહે છે, મિત્રો, જેની જમીન ની PH વધારે હોય કે ખારાશ વધારે હોય તો તેમાં Gypsum અથવા લીલો પાડવાસ કરો ખુબ ફાયદો થશે
ખેતીમાં જીપ્સમના ઉપયોગથી પાક ઉત્પાદનમાં થતો ફાયદો :
ભાલ વિસ્તાર તથા દરિયાકાંઠા વિસ્તારના મોટા ભાગની જમીન ક્ષારીય, ભાસ્મિક તેમજ મધ્યમ કાળીથી ભારે કાળી અને ચીકણી છે. આ જમીનમાં ૪૦૦ થી પ૦૦ ફૂટની ઊંડાઈ સુધી કોઈ સખત પદાર્થ કે ખડક હોતો નથી. તેથી જમીનની નિતારશક્તિ ઘણી જ ઓછી હોય છે. આથી આ વિસ્તારની ઓછી નિતાર શક્તિના કારણે મોટા ભાગના વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ રહે છે. પરિણામે દ્રાવ્ય ક્ષાર જમીનના ઉપરના પડમાં જમા થાય છે. આ પ્રકારની જમીનમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે જેથી જમીનના કણો એકબીજાથી છટા રહે છે અને જમીનને ખેડવાથી છૂટા પડે છે. તેથી જમીનની ભૌતિક પરિસ્થિતિ બગડે છે.
જમીનમાં જીપ્સમનું કાર્ય : જો જમીનમાં જીપ્સમ આપવામાં આવે તો અથવા પિયત દ્વારા આપવામાં આવે તો તેમાંથી કેલ્શિયમ અને સલ્ફેટ તત્વો છૂટા પડે છે. આમ થતાં કેલ્શિયમ તત્વ જમીનના રજકણ પર પડેલા સોડિયમ તત્વોને દૂર કરે છે જે સલ્ફેટ સાથે સંયોજાતા સોડિયમ સલ્ફેટનાં રૂપમાં રૂપાંતરિત થાય છે અને દ્રાવ્ય હોવાથી તેને પિયતના પાણીથી નિતારી શકાય છે. આ ઉપરાંત જીપ્સમ એસિડિક હોવાથી જમીનનો આમ્લતા આંક ઓછો કરે છે.
જમીનમાં જીપ્સમની જરૂરિયાત : ભાસ્મિક જમીન સુધારણામાં જીપ્સમની જરૂરિયાત કેટલી છે તેનો આધાર જમીનના રજકણ પર રહેલા વિનિમય પામતા સોડિયમના પ્રમાણ પર, જીપ્સમની ગુણવત્તા પર અને તેના પછી ક્યો પાક લેવાનો છે તે પરથી નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે 100 ટકા જમીનના રજકણ પરથી વિનિમય પામતા સોડિયમને દૂર કરવા માટે જીપ્સમની જરૂરિયાત કેટલી છે અથવા વિનિમય પામતા સોડિયમનું રજકણ પર કેટલું પ્રમાણ છે તે પ્રયોગશાળામાં નક્કી કરવામાં આવે છે અને તે પરથી જીપ્સમની જરૂરિયાત નક્કી થાય છે. તેથી જિપ્સમ કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ તે નક્કી કરવા માટે જે તે ખેતરમાંથી યોગ્ય રીતે જમીનનો નમૂનો લઈને પ્રયોગશાળામાં મોકલવો જોઈએ અને તેની ભલામણ મુજબ જીપ્સમ વાપરવું જોઈએ. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દ્વારા સમી-હારિજ વિસ્તારમાં કરવામાં આવેલ ક્ષારીય ભાસ્મિક જમીન સુધારણા અંગેના અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવેલ છે કે, પ૦ ટકા જીપ્સમની જરૂરિયાત પ્રમાણે આપવાથી બિનપિયત કપાસમાં ૨૮ ટકા, પિયત કપાસમાં ૭ ટકા, પિયત દિવેલામાં ૯ ટકા, પિયત જુવારમાં ૯ ટકા અને બિનપિયત જુવારમાં ૨૩ ટકા ઉત્પાદનમાં વધારો થાય છે