Hydroponic Farming:ખેડૂત મિત્રો સમય બદલાઈ રહ્યો છે પહેલાના સમયમાં આપણે વરસાદ આધારિત ખેતી કરતા હતા સમય જતા કુવા આધારિત પછી બોરવેલ આધારિત હવે હાઇડ્રોપોનિક સિસ્ટમના આધારે ખેતી તરફ વળી રહ્યા છીએ. હાઇડ્રોફોનિક સિસ્ટમ એ પહેલાના સમયમાં વિદેશમાં હતી પરંતુ હવે ભારતના ખેડૂતો પણ હાઇડ્રોપોનિક સિસ્ટમથી ખેતી તરફ આગળ વધી રહ્યા છે
અત્યારનો સમય ડિજિટલ યુગ નો સમય કહેવાય છે અથવા આધુનિક ખેતીનો સમય કહેવામાં આવે છે સમય જતા સિસ્ટમમાં વધારો થઈ રહ્યો છે આપણે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ભારતમાં એક નવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે તેનું નામ છે હાઇડ્રોફોનિક સિસ્ટમ આ હાઇડ્રોફોનિક સિસ્ટમ શું છે? હાઈડ્રોપોનિક સિસ્ટમના ફાયદા શું છે? હાઇડ્રોફોનિક સિસ્ટમથી આપણે કઈ રીતે ખેતી કરી શકીએ તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા આગળ કરીશુંખેડૂત મિત્રો તમને મનમાં પ્રશ્ન થતો હશે કે હાઇડ્રોફોનિક સિસ્ટમ શું ?છે અથવા એ પણ પ્રશ્ન થતો હશે કે આ ખેતી અમે કરી શકો? અથવા આપણા ગુજરાતમાં આ ખેતી થઈ શકે છે? આ ખેતીમાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ?અથવા આ હાઇડ્રોપોનિક સિસ્ટમ આપણે કઈ રીતે લગાવી શકીએ એ તમામ પ્રશ્નોનો જવાબ અહીં મળી જશે
હાઇડ્રોફોનિક સિસ્ટમ ના પ્રકાર/Hydroponic Farming:
- ન્યુટ્રિઅન્ટ ફિલ્મ ટેકનીક (NFT)
- ડીપ વોટર કલ્ચર (DWC)
- એબ અને ફ્લો (ફ્લડ એન્ડ ડ્રેઇન)
- એરોપોનિક્સ
- વિક્ટીમ સિસ્ટમ
- ડ્રિપ સિસ્ટમ
હાઇડ્રોફોનિક સિસ્ટમ ના ફાયદા/Hydroponic Farming:
- આ હાઇડ્રોફોનિક સિસ્ટમમાં પાણીનું પુનઃપ્રવાહ અને પુનઃઉપયોગ કરવાથી પાણીનો ઓછો ઉપયોગ થાય છે જે આ હાઇડ્રોફોનિક સિસ્ટમ નો મુખ્ય ફાયદો છે
- આ હાઇડ્રોફોનિક સિસ્ટમમાં, છોડને સંપૂર્ણ નિયંત્રણમાં પુષ્કળ પોષક તત્વો પૂરી પાડવામાં આવે છે, જે તેની વૃદ્ધિ અને ઉપજને ઝડપી બનાવે છે.જેના કારણે છોડ નો વિકાસ થાય છે જેથી કરીને માત્ર પાણી દ્વારા આ ખેતી કરવામાં આવે છે
- ઓછી જમીન અથવા નહિવત જમીન અથવા તમારા ઘર ની બાલ્કની અથવા ખેતર માં ખેતી થઈ સકે છે
- જેટલા પોષક તત્વો ઓર્ગેનિક ખેતી દ્વારા કરેલ પાક માં હોય છે તેટલાજ પોષક તત્વો આ હાઇડ્રોફોનિક સિસ્ટમમાં ઉછેર કરેલ પાક માં હોય છે
- હાઇડ્રોફોનિક સિસ્ટમના વર્ટિકલ ફાર્મિંગ દ્વારા સમૂહમાં નાના જગ્યામાં વધુ છોડ ઉગાડવામાં આવે છે જેના કારણે ઓછી જગ્યા માં વધુ પાક મેળવી શકાય છે
#mango #farmer #farmer_tools